કોવિડ-19 મહામારીને કારણે નાણાકીય આયોજન અને હેલ્થ ઇન્સ્યોરન્સની મહત્વતા પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. હેલ્થકેર ખર્ચમાં ઝડપી વધારો થઇ રહ્યો છે ત્યારે પર્યાપ્ત હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજની જરૂરિયાત પહેલાં કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઇ છે. દેશની અગ્રણી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પૈકીની એક આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ મહત્વપૂર્ણ જાણકારી રજૂ કરે છે. પોતાના એકંદર આરોગ્યમાં સુધારો કરવા તંદુરસ્ત આહારને અનુસરવાના સંદર્ભમાં રાજકોટમાં 89 ટકા ઉત્તરદાતાઓ અને અમદાવાદમાં 74 ટકા ઉત્તરદાતાઓએ ત્રણ મહિનાથી વધુ સમય આહારમાં શિસ્તતાનું પાલન કર્યાંનો દાવો કર્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં લોકો તેમના આરોગ્ય ઉપર નજર રાખવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યાં છે. રાજકોટમાં 97 ટકા ઉત્તરદાતાઓ અને અમદાવાદમાં 88 ટકા ઉત્તરદાતાઓએ દાવો કર્યો છે કે તેઓ આહાર સંબંધિત આદતનો રેકોર્ડ રાખવા એપનો ઉપયોગ કરે છે. સરેરાશ 75 ટકાથી વધુ લોકોની પસંદ આરોગ્ય પર રહી છે.
હેલ્થ ઇમર્જન્સી માટે ગુજરાતના લોકો આર્થિક રીતે સજ્જ છે
ગુજરાતના લોકો વિશેષ કરીને અનિશ્ચિત સમયમાં નાણાકીય આયોજનની જરૂરિયાત વિશે વધુ જાગૃત થઇ રહ્યાં છે. રિપોર્ટ અનુસાર રાજકોટમાં 77 ટકા ઉત્તરદાતાઓ અને અમદાવાદમાં 58 ટકા ઉત્તરદાતાઓએ નાણાકીય કટોકટીનો અંદાજ અને આયોજન કર્યું છે. વધુમાં રાજકોટમાં 98 ટકા ઉત્તરદાતાઓ અને અમદાવાદમાં 86 ટકા ઉત્તરદાતાઓ સક્રિયપણે હેલ્થ ઇન્સ્યોરન્સ રજૂ કરતાં એમ્પલોયરને ધ્યાનમાં લે છે. એબીએચઆઇસીએલના ન્યૂ હેલ્થ નોર્મલ રિપોર્ટમાં સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોટમાં 97 ટકા ઉત્તરદાતાઓ અને અમદાવાદમાં 88 ટકા ઉત્તરદાતાઓ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા માટે લક્ઝરી ચીજોને જતી કરશે.