Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટ્રાઈએ ગ્રાહકોને અનિચ્છિનિય એટલે કે સ્પેમ કૉલ અને મેસેજ ના મળે એ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. દેશની ત્રણેય અગ્રણી સર્વિસ પ્રોવાઈડર કંપની જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાએ સ્પેલ કૉલ રોકવા માટે પોતાની સિસ્ટમમાં ફિલ્ટર લગાવી દીધા છે. આ કંપનીઓનો દાવો છે કે, એઆઈની મદદથી સ્પેમ મેસેજ અને કૉલ નેટવર્કમાં જ બ્લોક થઈ જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ કંપનીઓને 30 એપ્રિલ ડેડલાઈન આપી હતી. ટ્રાઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ દિશામાં કંપનીઓની ટ્રાયલ રન સફળ રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો અત્યાર સુધી આપણને મોબાઈલ પર કૉલ આવ્યા પછી ખબર પડતી હતી કે, આ તો સ્પેમ કૉલ હતો. પછી આપણે તે નંબર બ્લોક કરી શકતા. જોકે, હવે તે નંબર નેટવર્ક પર પહેલેથી જ બ્લોક થઈ જશે અને કૉલ આપણા સુધી પહોંચશે જ નહીં.