આંબરડી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા હિતેષભાઇ નાથાભાઇ મેરાણી ઉ.વ.35) અને તેનો કૌટુંબિક ભાઇ રમેશભાઇ બચુભાઇ સિડાણી (ઉ.વ.50) રવિવારે રાત્રે બારેક વાગ્યે આંબરડી ગામમાં તેના ઘર પાસે હતા ત્યારે આંબરડીનો જ વિનુ સોલંકી સહિતના કેટલાક ધસી ગયા હતા અને બંને ભાઇ પર તૂટી પડ્યા હતા અને બંને ભાઇ લોહીલુહાણ થઇ ગયા હતા. હુમલાને પગલે દેકારો મચી જતાં લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરો નાસી ગયા હતા.
હુમલામાં ઘવાયેલા હિતેષભાઇ અને રમેશભાઇને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલા અંગે રમેશભાઇ સિડાણીએ હોસ્પિટલના બિછાનેથી આક્ષેપ કર્યો હતો કે, થોડા દિવસ અગાઉ આંબરડીમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમી રહેલા વિનુ સોલંકી સહિતનાઓને પકડ્યા હતા અને તે રેડમાં સિડાણી બંધુએ પોલીસને બાતમી આપ્યાની શંકા કરી વિનુ સહિતનાઓએ હુમલો કર્યો હતો.