ગુરુવાર, 29 ડિસેમ્બરે પોષ મહિનાના સુદ પક્ષની સાતમ છે. આ દિવસે સૂર્ય પૂજા અને વ્રત કરવાથી બીમારીઓ દૂર થવા લાગે છે અને ઉંમર પણ વધે છે. આ દિવસે મકર સંક્રાંતિ પહેલાં સૂર્ય પૂજાનું પર્વ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું ખાસ મહત્ત્વ છે. આ પર્વમાં કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકાય છે. આવું કરવાથી પણ નદીમાં સ્નાન કરવા સમાન પુણ્ય મળી શકે છે. સ્નાન કર્યા પછી સૂર્ય મંત્રનો જાપ કરીને સૂર્યને જળ ચઢાવવું જોઈએ.
પુરાણો પ્રમાણે સરળ સૂર્ય પૂજા
સાતમના દિવસે સૂર્યોદય પહેલા જાગવું. પાણીમાં લાલ ચંદન અને તલ મિક્સ કરીને સ્નાન કરવું. તેના પછી ઉગતા સૂર્યને જળ ચઢાવવું. તેના માટે તાંબાના લોટાનો ઉપયોગ કરો. તે લોટામાં લાલ ફૂલ, લાલ ચંદન અને ચોખા રાખો. પછી સૂર્યને અર્ઘ્ય આપો. અર્ઘ્ય આપતી સમયે ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. પછી સૂર્યને પ્રણામ કરો.
સૂર્યપૂજા સ્વાસ્થ્યકારક છે
સૂર્યદેવ પંચદેવોમાંથી એક છે. રોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવાની પરંપરા છે. આવું કરવાથી પાપ દૂર થાય છે. પુણ્ય મળે છે. સાથે જ સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે. સૂર્યને જળ ચઢાવવાથી ચામડીની