Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર દેશમાં હવામાનમાં પલટો આવેલો છે. રવિવારે દેશના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને કરા પડ્યા હતા. બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પૂર્વ ઉત્તરપ્રદેશ સહિત દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકનો અંદરનો વિસ્તાર અને તમિલનાડુમાં પણ જુદા-જુદા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. પટના, ભોપાલ, વિદિશા, નાગોર, શ્યોપુર, જયપુર અને બૂંદીમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજસ્થાનના અનેક જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડવા અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


મુંબઈ, પાલઘર અને થાણેમાં રવિવારે આખો દિવસ હળવો વરસાદ ચાલુ રહ્યો. ભારે વરસાદને કારણે દિલ્હીમાં કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ. અચાનક પડેલા વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ છે. કમોસમી વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન થવાની સંભાવના છે. દેશમાં બદલાયેલા હવામાનને કારણે તાપમાનનો પારો 2થી 4 ડિગ્રી જેટલો ઘટી જતાં લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી હતી. અનેક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું.