વૈશ્વિક સ્તરે અત્યાર સુધી ભારત વિકસીત દેશોની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા મુદ્દે પહેલ કરતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડ બદલાવા લાગ્યો છે. વિકસીત દેશો હવે ભારતીય કંપનીઓને પોતાના દેશમાં રોકાણ કરવા માટે આહ્વન કરી રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી વૈશ્વિક સ્તરે રિસેશનનો માહોલ છે, ફુગાવા પર દબાણ રહ્યું છે જ્યારે ભારતમાં આર્થિક મંદીથી બહાર રહ્યું છે.
એટલું જ નહીં દેશમાં ઝડપી વિકસીત અર્થતંત્રમાં ભારત ઇકોનોમી ગ્રોથ એન્જિનની ભૂમિકા નીભાવી રહ્યું છે તેવો નિર્દેશ યુ-20 સમિટમાં આવેલ લંડનના મેયર રાજેશ અગ્રવાલે દર્શાવ્યો હતો. ભારત વિશ્વ માટે આશાનું કિરણ બની ગયું છે. ભારતની અનેક કંપનીઓ વિકસીત દેશોમાં ટેક્નોલોજી, ફિનટેક, ક્લાઇમેટ ચેન્જ જેવા સેક્ટરમાં રોકાણ કરવા માટે પ્રેરાઇ છે. લંડનમાં વિદેશી રોકાણમાં ભારત બીજા ક્રમનો દેશ રહ્યો છે.
યુકેમાં બ્રેક્ઝિટ બાદ સ્થિતી બદલાઇ છે અને ગ્રોથ ઝડપી રહ્યો છે જોકે, બે વર્ષથી ફુગાવો અને વધી રહેલા વ્યાજદરના કારણે પરિસ્થિતી થોડી બદલાઇ છે પરંતુ તેમાંથી ઝડપથી બહાર આવી રહ્યાં હોવાનું વધુમાં ઉમેર્યું હતું. આ ઉપરાંત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં લંડન ટોચના સ્થાને છે. યુનિકોર્નની સંખ્યા સૌથી વધુ છે. લંડનમાં આંત્રપ્રિન્યોર માટે મોબાઇલ એપ દ્વારા સૌથી ઓછા સમયમાં કંપનીની સ્થાપ્ના કરી શકે તેવી સુવિધા છે. ટેલેન્ટ વર્કફોર્સ, ઇમીગ્રેશનમાં ઝડપી કામ, આંત્રપ્રિન્યોર માટે તક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ક્નેક્ટિવિટી મુદ્દે સારી સુવિધાઓ રહેલી છે જેના કારણે ભારતીય રોકાણકારો રોકાણ કરવા પ્રેરાઇ રહ્યાં છે.