દેશભરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનએઆઇ)એ દ્વારા અન્ય એજન્સીઓ સાથે મળીને ગૅંગસ્ટરો સામે કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. એજન્સીઓ ગૅંગસ્ટરો સામે ખાસ ઓપરેશન ચલાવી રહી છે. તેમ છતાં 28 ગૅંગસ્ટર એવા છે જેઓ વિદેશ ફરાર થયા હોવાના કારણે પકડથી દુર છે. આ ગૅંગસ્ટરોમાં મુસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડથી લઈને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માટે કામ કરનાર રિંડા સુધીનો સમાવેશ થાય છે.
આ તમામ ગૅંગસ્ટરો અન્ય દેશોમાં રહીને પણ પોતાની ગૅંગને સંચાલિત કરે છે. સૌથી વધુ 9 વોન્ટેડ ગૅંગસ્ટર કેનેડામાં છુપાયેલા છે. જ્યારે 5 અમેરિકામાં છે. એક પાકિસ્તાનમાં ISIના રક્ષણ હેઠળ છે. તાજેતરમાં એનઆઈએએ તેમની સૂચિ પણ ગૃહ મંત્રાલયને સોંપી હતી જેથી કરીને અન્ય દેશોની સાથે ભારત સરકાર પણ દેશમાં પ્રત્યાર્પણ કરી શકે. તો બીજી તરફ ગૃહમંત્રાલય પણ એક્શનમાં છે. વિદેશમંત્રાલય પણ ગૅંગસ્ટરો સામે ગાળિયો કસ્યો છે.