Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દીનદયાલ પોર્ટ ઓથોરીટી નજીક આવી પહોંચેલું કોલસા ભરેલુ જહાજ લાંગરે તે પહેલા તેનું એન્જિન ઠપ્પ થવા લાગ્યું હતું, જે ગ્રાઉન્ડ થઈ જવાની સ્થિતિ સુધી આવી પહોંચતારશીયાથી કોલ ભરીને આવેલા પાયોનીયર જહાજને સિગ્નલ સ્ટેશન પર જાણ કરતા પોર્ટ પ્રશાસને સમયસુચકતા વાપરી અને આ ઘટનાને બનતી અટકાવી દીધી હતી.

રશિયન કોલ ભરીમે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા આવી રહેલા જહાજનું એન્જિન શુક્રવારના સવારે જવાબ દઈ ગયું હતું, પછી થોડો સમય જનરેટરના સહારે ચાલ્યા બાદ તેની ક્ષમતા પણ પૂર્ણ થતા જહાજ સંપૂર્ણ બ્લેકઆઉટની સ્થિતી જ સર્જાઈ જવા પામી હતી. ડીપીટી કંડલાને આ બાબતે કરાતા પાયલોટ સહિતની ટીમે તાબડતોડ મહાકાય જહાજને કવર કરીને પાયલોટ ઓનબોર્ડ થઈ ગયા હતા.

જહાજ અચાનક 'બ્લેકઆઉટ' ની સ્થિતિએ આવી પહોંચ્યુ
રીપ્લી પાયનીયર નામક જહાજ 225 મીટરની લંબાઈવાળુ વિશાળ જહાજ હતુ અને તે પણ આખુ ભરેલુ! દોઢ કીમી જેટલુજ તે ચેનલમાં આવ્યુ હતુ. પોર્ટ પ્રશાસને ટગથી તેને કવર કરી લઈ અને તેને હેમખેમ ઓટીબી બહાર હાલમાં એન્કરેજ કરી દેવામાં આવતા સહુએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ કેમ આ જહાજ અચાનક 'બ્લેકઆઉટ' ની સ્થિતિએ આવી પહોંચ્યુ? તેનો જવાબ મળી શક્યો ન હતો.