છેલ્લી ગ્રાન્ડ સ્લેમ રમી રહ્યા ભારતીય સ્ટાર સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ કેટેગરીના સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય જોડીને ક્વાર્ટર ફાઈનલ મેચમાં સ્પેનની વેગા હર્નાન્ડીઝ અને લાટવિયાની જેનિના ઓસ્ટાપેન્કોએ વોકઓવર આપ્યો હતો. સેમીફાઇનલ 26મી જન્યુઆરીએ થશે.
ભારતીય જોડીએ પ્રી-કવાર્ટરફાઇનલ મેચમાં ઉરુગ્વેના એરિયલ બેહર અને માકોટો નિનોમિયાની જોડીને 6-4 7-6 થી હરાવીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એક કલાક અને 17 મિનિટ સુધી ચાલેલી મેચના પ્રથમ સેટમાં ભારતીયોએ પ્રભુત્વ જમાવ્યું હતું. ત્યારબાદ ઉરુગ્વે-જાપાની જોડીએ અદ્ભુત ચેલેન્જ આપી હતી, પરંતુ આ જોડી મેચને છેલ્લા સેટ સુધી લઇ જવામાં નિષ્ફળ રહી હતી.
બોપન્ના-મિર્ઝાએ 6 વર્ષ પહેલા 2017માં ફ્રેંચ ઓપન મિકસ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિર્ઝા મહેશ ભૂપતિની સાથે 2009માં ચેમ્પિયન બની હતી.