Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇરાનમાં મહસા અમીનીનાં મોતને 250 દિવસ થઇ ચુક્યા છે.ગયા વર્ષે 16મી સપ્ટેમ્બરે તહેરાનમાં પોલીસ કસ્ટડીમાં અમીનીનું મોત થઇ ગયું હતું. હિજાબ નહીં પહેરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપ છે કે, માર મારવાનાં કારણે અમીનીનું મોત થયું હતું. ત્યારબાદ ઇરાનમાં થયેલા હિજાબ વિરોધી આંદોલનમાં 500 લોકોનાં મોત થયા હતા. આશરે 17000 લોકોની ધરપકડ કરાઇ હતી. આંદોલન કરવાનાં મામલામાં હજુ સુધી 10 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.


તહેરાનમાં હોર્ડિંગ લગાવીને હિજાબ પહેરવા માટે કહેવામાં આવ્યું છે. એટોર્ની જનરલ જફર મોન્ટાજેરીએ કહ્યું છે કે, એરલાઇન્સ હિજાબનાં નિયમો લાગુ કરે. પોલીસને કહેવામાં આવ્યું છે કે, સર્વિલાન્સ કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એવી મહિલાઓની ઓળખ કરવામાં આવે જે હિજાબ પહેરી રહી નથી.

કટ્ટરપંથી -સરકારનો આદેશ, હિજાબ તો પહેરવો જ પડશે
હિજાબનાં મામલે મૌલવી, કટ્ટરપંથી અને સરકાર એક સૂરમાં વાત કરી રહ્યા છે. ઇરાનનાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખુમેનીએ જાહેરાત કરી છે કે, હિજાબને દુર કરવાની બાબત અસ્વીકાર્ય છે. ઇરાનનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રહીસીએ કહ્યું હતું કે, હિજાબ ધાર્મિક રીતે જરૂરી છે. બીજી બાજુ કટ્ટરપંથી સાંસદોનું કહેવું છે કે, હિજાબ અલ્લાહનો આદેશ છે.

Recommended