કર્ણાટક સેક્સ સ્કેન્ડલનો મુખ્ય આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્ના જર્મનીથી ભારત પહોંચી ગયા છે. ફ્લાઈટ બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ SITએ તેમને કસ્ટડીમાં લીધા હતા. પ્રજ્વલને અહીંથી CID ઓફિસમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેને રાતભર રાખવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રજ્વલની સૌથી પહેલા શુક્રવારે પૂછપરછ કરવામાં આવશે. આ પછી તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. પ્રજ્વલને મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. અહીં પોલીસ તેની કસ્ટડીની માંગણી કરશે. આ સાથે ફોરેન્સિક ટીમ તેમના ઓડિયો સેમ્પલ પણ લેશે, જેથી એ જાણી શકાય કે વાયરલ સેક્સ વીડિયોમાં જે અવાજ આવી રહ્યો છે તે પ્રજ્વલનો છે કે નહીં.
કર્ણાટક સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્ના 30-31 મેની રાત્રે 1 વાગ્યે જર્મનીથી ભારત પરત ફર્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેમણે જર્મનીના મ્યુનિકથી બેંગ્લોરની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવી હતી. એરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.