રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારી મંડળની બેઠક આવતીકાલથી ભુજમાં શરૂ થઈ રહી છે, તેને કારણે સંઘના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ-પ્રચારકો ભુજમાં છે. સરહદી સલામતી અને હિજરત જેવા મુદ્દે સંઘ ગંભીરતાથી કામ કરી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કચ્છ આવી જિલ્લા મથક ભુજ ખાતે સંઘના વડા ડો મોહન ભાગવત તેમજ નજીકના અધિકારીઓ સાથે એક કલાક સુધી ચર્ચા કરી હતી. જો કે, અત્યંત ગુપ્ત મીટીંગમાં કયા મુદ્દે ચર્ચા થઈ તે બહાર નથી આવ્યું, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર એક કલાકની બંધ બારણે મીટીંગ માટે મુખ્યમંત્રી ગાંધીનગરથી ભુજ આવે તે જ કોઈ ચોક્કસ કારણ હોવાનું પુરવાર કરે છે.