દેશ જ્યારે નિકાસ વધારવા પર ફોકસ વધારી રહ્યો છે ત્યારે નિકાસકારોને સૌથી મોટી ફાઇનાન્સની સમસ્યાને હળવી કરવાના પ્રયાસ હાથ ધરાશે. કંપની દ્વારા સર્વિસ ઉદ્યોગને વધુ ફાઇનાન્સ પૂરું પાડવામાં આવ્યું છે પણ ગુજરાતમાં કંપની સર્વિસની સાથે મેન્યુફેકચરિંગ સેક્ટર પર પણ ફોક્સ ધરાવે છે. મેન્યુફેકચરિંગ સેક્ટરને બેન્કિંગ સહાય સરળતાથી મળી રહે છે, જ્યારે સર્વિસ ઉદ્યોગમાં આની સમસ્યા રહી હોવાથી કંપનીએ આ ઉદ્યોગ પર વધુ ફોક્સ રાખ્યું છે.
વિશ્વના ટોચના ઇન્વેસ્ટર્સ દ્વારા ફંન્ડિંગ કરવામાં આવેલી ક્રેડેક્સ આગામી એક વર્ષમાં ગુજરાતના નિકાસકારોને 20 કરોડનું ફંન્ડિંગ કરવાની યોજના ધરાવે છે. જ્યારે આગામી 18 મહિનામાં દેશના નિકાસકારોને બે અબજ ડોલરનું ફાઇનાન્સ કરાશે એમ કંપનીના ફાઉન્ડર અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનુરાગ જૈને જણાવ્યું હતું. કંપનીએ 2015થી અત્યાર સુધી લગભગ 6 અબજ ડોલરનું ફાઇનાન્સ કામકાજ કર્યું છે અને કોરોનાના વર્ષને બાદ કરતાં 25 ટકાનો ચક્રવૃદ્ધિ ગ્રોથ હાંસલ કર્યો છે. તેઓએ વૈશ્વિક સ્તરે નિકાસ કામગીરી સામે પડકારો ઊભા થયા હોવા છતાં ભારતની નિકાસ કામગીરી આગામી વર્ષોમાં વધવા સાથે મેક ઇન ઇન્ડિયાથી ભારતની પ્રોડ્કટ વૈશ્વિક સ્તરે સ્વિકૃત થશે.