Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેર પોલીસ એક કદમ આગળ વધીને હવે વાહનોની હરાજી થ્રી સ્ટાર હોટલમાં કરવા જઈ રહી છે. આ માટે અખબારોમાં જાહેરાત આપવામા આવી છે. જેમાં મદદનીશ પોલીસ કમિશ્નર એ ડિવિઝન હસ્તકના ત્રણ પોલીસ મથકોમાં જપ્ત કરાયેલા વાહનોની હરાજી 12મી જૂને રાખવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી છે. સંભવત રાજ્યમાં સૌ પ્રથમવાર જૂના અને ભંગાર વાહનોની હરાજી થ્રી સ્ટાર હોટેલમાં રાખવામાં આવી હોઇ શકે છે.

જૂના અને ભંગાર વાહનોની હરાજી
અખબારોમાં અપાયેલી જાહેરાત મુજબ સયાજીગંજ પોલીસ મથકના 29 ટુ વ્હીલર અને થ્રી વ્હીલર, ફતેગંજ પોલીસ મથકના 100 ટુ વ્હીલર અને છાણી પોલીસ મથકના ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર મળી 60 વાહનો છે. જ્યાં કુલ વાહનોનો આંક 189 પહોંચ્યો છે જે કબજે કરાયા હતા. હરાજી 12 જૂને સવારે 10.30 વાગ્યે સયાજીગંજ-પ્રતાપગંજ પોલીસ ચોકીની બાજુમાં હોટેલ લોર્ડ્સ રિવાયવલની અંદર હોલમાં રાખવામા આવી છે, જેથી ભંગારના વેપારી તથા જૂના વાહનો ખરીદવા રસ ધરાવનારાઓને હાજર રહેવા જણાવ્યું છે.