રોકાણકારો છેતરપીંડીનો ભોગ ન બને તે માટે એનએસઇ દ્વારા ઝુંબેશ શરૂ કરાઇ છે જેમાં રોકાણકારોને સચેત કરવામાં આવી રહ્યાં છે. એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે સૈંશ સ્ટોક્સ નામની કંપની સાથે સંકળાયેલા શુભમ શર્મા દ્વારા ઓપરેટ કરીને શેરમાર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક વળતર અને ટ્રેડિંગ માટે સિક્યુરિટીઝ માર્કેટ ટિપ્સ આપી રહ્યાં છે. વધુમાં તેઓ રોકાણકારોને તેમના ક્રેડેન્શિયલ શેર કરવાનું કહીને તેમના ટ્રેડિંગ એકાઉન્ટનું સંચાલન કરવાની ઓફર કરી રહ્યાં છે.
રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવી કારણ કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. આ વ્યક્તિ/કંપની એનએસઇના કોઈપણ રજિસ્ટર્ડ સદસ્યના સભ્ય અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલી નથી.