વૈશ્વિક સ્તરે આઇટી-ટેક્નોલોજી તથા સર્વિસ સેક્ટરમાં રિસેશનનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતની ટોચની કંપનીઓ આફતને અવસરમાં બદલી રહી છે. સ્લોડાઉનના સમયમાં અમદાવાદની અનેક ટોચની કંપનીઓ વિસ્તરણના માર્ગે છે તેમજ નાની-નાની કંપનીઓને એક્વાયર કરી ગ્રોથ કરી રહી છે. સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં અમદાવાદની કંપનીઓ ઝડપભેર આગળ વધી રહી છે. કંપનીઓ બેન્કિંગ-ફાઇનાન્સ, આઈટી અને એવી ઉપરાંત સ્ટાર્ટઅપ્સ, પ્રોફેશનલ સર્વિસીસ, રિટેઈલ, ફેસિલીટીઝ, ઈ-કોમર્સ, ફ્રેન્ચાઈઝીઝ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેગમેન્ટમાં વિદેશી કંપનીઓ ભારતીય કંપનીઓ પાસે કામ કરાવી રહી છે. ગુજરાતમાં સ્કિલ મેનપાવર અને સેક્ટર માટે કોસ્ટ ઇફેક્ટિવ હોવાથી કંપનીઓનો ગ્રોથ ઝડપી બન્યો છે તેમ ત્રિધ્યા ટેક લિમિટેડના સીઇઓ રમેશ મરંડે દર્શાવ્યો હતો. ગુજરાતના કુલ 22 લાખ કરોડના જીડીપીમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો 39 ટકા હિસ્સા સાથે 7.5-8 લાખ કરોડથી વધુનું યોગદાન પૂરૂ પાડી રહી છે. જે રીતે ગુજરાતની કંપનીઓ આઉટસોર્સિંગમાં કામ મેળવી રહી છે તેને ધ્યાનમાં લેતા ગુજરાત સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં હબ બની રહ્યું છે.
કંપનીઓ વેલ્યુ આધારિત સોલ્યુશન્સમાં વિશેષ નિપુણતા ધરાવતી હોવાથી મલ્ટી-ડિવિઝનલ આઉટ સોર્સિંગ પૂરૂં પાડે છે, જે વિવિધ બિઝનેસને વૃધ્ધિ અને નફાકારકતામાં ધ્યાન કેન્દ્રિત કરીને સફળતા હાંસલ કરવામાં સહાયરૂપ બની રહી છે.
SME સેગમેન્ટમાં ત્રિધ્યા IPO ટૂંકસમયમાં લાવશે
એનએસઇ ઇમર્જ પર એસએમઇ પ્લેટફોર્મમાં ત્રિધ્યાએ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. કંપની આગામી એકાદ-બે માસમાં અંદાજે 30 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ છે. મેઇનબોર્ડની તુલનાએ એસએમઇ પર લિસ્ટનો ફાયદો ખર્ચમાં બચત થવા સાથે રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ એફપીઓ મારફત મેઇનબોર્ડમાં પ્રવેશવાનો ટાર્ગેટ છે.