ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પોતાનો એજન્ડા જાહેર કર્યો હતો. ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢવાની પોતાની યોજનાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે ડ્રીમર્સ ઈમિગ્રન્ટ્સની સુરક્ષા માટે પગલાં લેવાની વાત પણ કરી હતી.
તમને જણાવી દઈએ કે ડ્રીમર્સ ઈમિગ્રન્ટ્સ એવા ઈમિગ્રન્ટ્સ છે જે બાળપણમાં અમેરિકા આવ્યા હતા અને તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી.
એનબીસી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે ઓફિસમાં તેમના પ્રથમ દિવસે જ તેઓ જન્મ સમયે અમેરિકન નાગરિકતાના અધિકારને હટાવી દેશે. અમેરિકી બંધારણના 14મા સુધારા મુજબ અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ બાળક જન્મતાની સાથે જ અમેરિકન નાગરિકત્વ મેળવી લે છે. ભલે તેના માતાપિતા કોઈપણ દેશની નાગરિકતા ધરાવતા હોય.