Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય એરલાઇન ક્વાન્ટાસ કેબિન ક્રૂએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તે તેના એક સદી લાંબા ઈતિહાસમાં પહેલીવાર તેના જેન્ડર આધારિત દિશાનિર્દેશોને સમાપ્ત કરશે. આનાથી પુરુષ કેબિન ક્રૂ મેમ્બર્સને મેકઅપ કરવાની પરવાનગી મળશે અને મહિલાઓને હાઈ હીલ્સ છોડીને ફ્લેટ શૂઝ કે સેન્ડલ પહેરવાનો વિકલ્પ મળશે. ઉપરાંત ક્રૂ મેમ્બર્સ લાંબા વાળ પણ રાખી શકશે.


એરલાઈને કહ્યું કે શૈલી અને સૌંદર્યમાં આ ફેરફારો લાંબા સમયથી કર્મચારીઓની વચ્ચે ચાલતી નિરાશાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. જેથી કાર્યસ્થળોને આધુનિક અને ગ્રાહકોની અપેક્ષાઓ અનુસાર બનાવી શકાય. ક્વાન્ટાસનો યુનિફોર્મ બદલાયો નથી, પરંતુ પુરુષ અને મહિલાઓના યુનિફોર્મના નિર્ધારણને દૂર કર્યું છે અને તેમની સૌંદર્યલક્ષી આવશ્યકતાઓને પૂરી કરી છે.

ક્વાન્ટાસના પ્રવક્તાએ કહ્યું કે મહિલા કેબિન ક્રૂ અગાઉ ફ્લાઈટમાં માત્ર હાઈ હીલ્સ પહેરી શકતી હતી, હવે તેઓ વધુ આરામદાયક ફ્લેટ શૂઝ પહેરી શકશે. આવા કેટલાક પુરુષ કેબિન ક્રૂ મેમ્બરોએ કન્સીલર અને ફાઉન્ડેશન લગાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ફેરફારો અમારા યુનિફોર્મ પહેરવાને વધુ આરામદાયક અને વ્યવહારુ બનાવશે. તમામ કર્મચારીઓ માટે નીચા પોનીટેલ અથવા બનમાં લાંબા વાળ રાખવાનો વિકલ્પ પણ સામેલ છે.