પીએમ નરેન્દ્ર મોદી બેઠકમાં ભાગ લેવા માટે 15 સપ્ટેમ્બરે રાત્રે સમરકંદ પહોંચ્યા હતા. આજે પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સાંજે પાછા PM મોદી દિલ્હી જવા રવાના થશે.
જિનપિંગ, શાહબાઝ શરીફ સાથે મોદીની મુલાકાત મહત્ત્વપૂર્ણ
PM મોદીની પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત પર સસ્પેન્સ યથાવત છે. નિષ્ણાતોના મતે જો વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને શાહબાઝ શરીફને મળે છે તો આ મુલાકાત ભારતીય વિદેશનીતિ માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ વધુ ઘેરો બન્યા બાદ મોદી-જિનપિંગની આ પહેલી મુલાકાત હશે. આ સાથે જ પાકિસ્તાનમાં ઈમરાન ખાનને હટાવ્યા બાદ મોદી પહેલીવાર શાહબાઝ શરીફને મળશે.
પુતિન સાથે પીએમ મોદીની મુલાકાતમાં બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ અને ફૂડ સિક્ટોરિટી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. રશિયાના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, વ્યૂહાત્મક સ્થિરતા સાથે સંબંધિત મુદ્દાઓ, એશિયા-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી કોઈપણ અવરોધ વિના સસ્તા ક્રૂડ ઓઈલની સપ્લાઈ અંગે પુતિન સાથે વાત કરી શકે છે.