એશિયા કપના સુપર-4 મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ ગઈ હતી, જેમાં શ્રીલંકાએ ભારતને 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચના હીરો પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, કેપ્ટન દાસુન શનાકા અને દિલશાન મધુશંકા રહ્યા હતા. જોકે રોહિત શર્માએ પણ આ મેચમાં રેકોર્ડ બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 41 બોલમાં 72 રન બનાવ્યા હતા. તેણે પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરની 28મી ફિફ્ટી મારી હતી. આ ઉપરાંત તેણે આ મેચમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. તે એશિયા કપમાં ભારત તરફથી સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. સચિન તેંડુલકરે એશિયા કપમાં 971 રન બનાવ્યા હતા. રોહિત એશિયા કપની 30મી ઇનિંગમાં જ સચિનને પાછળ છોડીને ભારત તરફથી સર્વાધિક સ્કોરર બની ગયો છે.