Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ T20 મેચ રમાવવાની છે. આ પહેલા સાંજે 6:15 વાગે BCCIએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં તેઓએ સચિન તેંડુલકરને પણ આ પ્રસંગે આમંત્રણ આપ્યું છે. BCCIના અધિકારીઓ હાલમાં જ સાઉથ આફ્રિકામાં યોજાયેલા વુમન્સ U-19 T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ગર્લ્સનું સન્માન કરશે.


સેક્રેટરી જય શાહે ટ્વિટ કરી હતી
BCCIના સેક્રેટરી જય શાહે આ વિશેની જાણકારી ટ્વિટ કરીને આપી હતી.

29 જાન્યુઆરીના રોજ રમાયેલી ફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. 69 રનના ટાર્ગેટને ચેઝ ટીમ ઈન્ડિયાએ 3 વિકેટે પાર પાડી લીધો હતો. આ સાથે જ પહેલા જ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની ગઈ હતી.