Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રમકડાની દુકાનમાં નોકરી કરતા ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ મુજબ, કંદોઇનું કામ કરતા પિતાને પાંચ વર્ષ પહેલા શ્વાસની બીમારી થઇ હોવાથી તેમની સારવાર કરાવવાની હતી. પિતાની સારવારના પોતાની પાસે પૈસા ન હોય પાડોશમાં રહેતા સુરેશભાઇ પાસેથી પિતાની બીમારીની સારવાર માટે નાણા ઉછીના લીધા હતા. નાણા ઉછીના લીધા બાદ તેમને કટકે કટકે ચૂકવતો રહેતો હતો. આમ થોડા થોડા કરીને સુરેશભાઇને તમામ રૂપિયા ચૂકવી આપ્યા હતા. તેમ છતા તેઓ રૂપિયાની અવારનવાર માંગણી કરતા રહેતા હતા.

દરમિયાન ગુરૂવારે સાંજે પોતે સુરેશભાઇના ઘરે ગયો હતો અને તમને બધા રૂપિયા આપી દીધા છે. છતા હજુ કેમ માંગો છોની વાત કરી હતી. ત્યારે સુરેશભાઇએ તારે હજુ થોડા રૂપિયા ચૂકવવાના બાકી છેનું કહ્યું હતુ. જેથી પોતે વ્યવસ્થા થશે એટલે તમને રૂપિયા આપી દઇશની વાત કરી હતી. આ સમયે સુરેશભાઇ સાથે તેનો પુત્ર કપિલ પણ ત્યાં ઉભો હોય તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ઝઘડો કર્યો હતો. તેને શાંતિથી વાત કરવાનું કહેતા તે વધુ ઉશ્કેરાઇ જઇ ઘરમાંથી પાવડો લઇ આવ્યો હતો.

ત્યારે કુશાલ પણ આવી જતા બંને ભાઇઓ પોતાના પર તૂટી પડયા હતા. હુમલામાં પોતાને પગમાં ગંભીર ઇજા થઇ હોય 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. બીજી તરફ યુવાનને માર મારનાર સુરેશભાઇની પત્ની આશાબેને નંદો મારવાડી, તેના પિતા ઉગમભાઇ, ગોવિંદો, વનરાજે શુક્રવારે સવારે કરિયાણાની દુકાને ધોકા સાથે ધસી આવી તોડફોડ કરી ગાળો ભાંડયાની વળતી ફરિયાદ નોંધાવી છે.