રોકાણના નામે છેતરપિંડીના અગાઉ અનેક કિસ્સા બન્યા છે, રાજકોટમાં રહેતા જમીન મકાનના ધંધાર્થીને યુએસડીટીમાં રોકાણથી સારું વળતર મળશે તેવું સુરત રહેતા તેના મિત્ર અને તેના પુત્રે લાલચ આપી રૂ.55 લાખની ઠગાઇ કરી હતી, પોલીસે પિતા-પુત્ર સહિત ચાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
શહેરના નિલસિટી ક્લબના એડલ્ફી એન્કલેવમાં રહેતા અને જમીન મકાન લે-વેચનું કામ કરતા દેવેન દિલીપભાઇ મહેતા (ઉ.વ.39)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના વરાછા વિસ્તારના રોયલ હિલ્સ ગ્રીન પ્લાઝા નજીક રહેતા રાજુ મોહન ભંડેરી, તેનો પુત્ર સિધ્ધાર્થ રાજુ ભંડેરી, અંકિત મુકેશ અજુડિયા અને જતીન દેવેન્દ્ર કોઠારીના નામ આપ્યા હતા. દેવેન મહેતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા પોતે સુરત ગયો હતો ત્યારે મિત્ર રાજુ ભંડેરીને મળ્યો હતો, રાજુએ તેના પુત્ર સિધ્ધાર્થ સાથે પરિચય કરાવ્યો હતો, સિધ્ધાર્થે કહ્યું હતું કે, પોતે તેના મિત્ર અંકિત અજુડિયા સાથે યુએસડીટી કરન્સીનું કામ કરે છે તેમાં રોકાણથી સારું વળતર મળે છે, તેમણે દેવેનને રોકાણ કરવાની વાત કરી હતી, ત્યારબાદ દેવેન મહેતા રાજકોટ આવી ગયો હતો.
ત્રણેક દિવસ પછી રાજુ ભંડેરીએ ફોન કરી દેવેનને રોકાણની વાત કરતા દેવેને પોતાની પાસે રહેલા રૂ.10 લાખનું આંગડિયું કર્યું હતું અને ત્રણ કલાકમાં જ અડધો ટકા વળતર સાથેની રકમ દેવેનને પરત કરવામાં આવી હતી. ત્રણ કલાકમાં 10 લાખનું અડધો ટકા વળતર મળતાં દેવેને મહેતાએ દશેક વખત સુરત પૈસા મોકલ્યા હતા અને દર વખતે કલાકોમાં વળતર મળતું હતું