યુરોપિયન દેશ નોર્થ મેસેડોનિયામાં શનિવારે મોડી રાત્રે એક નાઇટ-ક્લબમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે અને લગભગ 118 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના કોકાની શહેરમાં આયોજિત હિપ હોપ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન થઈ હતી.
કોચાની શહેર રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું છે. 30,000ની વસતિ ધરાવતા આ શહેરના એક નાઈટક્લબમાં આગ લાગી હતી જ્યારે પ્રખ્યાત હિપ-હોપ જોડી ADNનો મ્યુઝિક કોન્સર્ટ ચાલી રહ્યો હતો. આ કોન્સર્ટ માટે ક્લબમાં 1500 લોકો ભેગા થયા હતા.
એવું માનવામાં આવે છે કે કોન્સર્ટ દરમિયાન કોઈએ ક્લબની અંદર ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને ભાગદોડમાં કેટલાક લોકો કચડાઈ ગયા હતા.પ