Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરમાં બેરોકટોક અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂ ભરેલા વાહનોમાં હેરાફેરી થઇ રહી છે. ત્યારે માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાના રસ્તેથી એક કાળા રંગની હરિયાણા પાસિંગવાળી પજેરો કાર પસાર થવાની છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની એલસીબી ઝોન-2ના કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામીને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ આર.એચ.ઝાલા સહિતના સ્ટાફે બુધવારે સવારે માહિતી મુજબના સ્થળે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબની કાર પસાર થતા તેને અટકાવવા પોલીસે ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઊભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી.

પોલીસે પણ કારનો પીછો કર્યો હતો. ત્યારે પોલીસ પાછળ આવતી હોવાનું જાણી ચાલકે નજીક ખુલ્લી વાડીમાં કારને ચાલુ હાલતમાં રેઢી મૂકી નાસી ગયો હતો. બાદમાં કાર પાસે પહોંચેલી પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 744 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.3.72 લાખનો દારૂ તેમજ 7 લાખના કિંમતની પજેરો કાર મળી કુલ રૂ.10.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર નંબરના આધારે નાસી છૂટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.