Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડોદરાના ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે નર્મદા સ્નાન અર્થે આવેલા પાંચ મિત્રો પૈકીના બે આશાસ્પદ યુવાનોનું નર્મદા નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ ગણતરીના સમયમાં બંને યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક ચાંદોદ પોલીસ દોડી આવી હતી. પોલીસે બંને યુવકોના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.


મિત્રો સાથે સ્નાન કરતા કરતા ડૂબ્યા

આજે શ્રાવણ માસનો અંતિમ દિન અમાસની તિથિને અનુલક્ષી ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાંદોદ-કરનાળીના નર્મદા કિનારે પુણ્ય સ્નાન અને વિધિવિધાન અર્થે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. શ્રાવણ વદ અમાસના મહાત્મ્ય અને અનુલક્ષી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ટાંકા ગામના પાંચ થી છ મિત્રો પણ નર્મદા સ્નાન અર્થે કરનાળી ખાતે સોમનાથ ઘાટ નજીકના કિનારે આવી પહોંચ્યા હતા. મોડી સાંજે તમામ મિત્રો નદી કિનારે સ્નાન માટે પહોંચ્યા હતા. પરંતુ સ્નાન કરતા સમયે નદીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન રહેતા અન્ય મિત્રો પૈકીના બે મિત્રો પાણીના પ્રવાહમાં તણાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.