રાજકોટ નાગરિક સહકારી બેંકની 27 વર્ષ બાદ ચૂંટણી યોજાતા રાજકોટ સહિત સાત મતદાન કેન્દ્રો પરથી મતદાન યોજાયું હતુ. જેમાં 332માંથી 320 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે 12 મતદારો મતાધિકારથી દૂર રહ્યા હતા. જેમાં ભાઈઓમાં 288 માંથી 277 તો બહેનોમાં 44 માંથી 43 એ મતદાન કર્યુ હતુ. હવે 19 મીએ પરિણામ જાહેર થશે જેમાં ખ્યાલ આવશે કે ભાજપનુ ખુલ્લુ સમર્થન મેળવતી સહકાર પેનલ વિજેતા બનશે કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો દ્વારા બળવો કરી બેંકમાં ચાલતા કૌભાંડો બંધ કરાવવા માટે ચૂંટણી લડતી સંસ્કાર પેનલ વિજેતા બનશે.
રાજકોટ ઉપરાંત મોરબી, જસદણ, જેતપુર, અમદાવાદ, સુરત અને મુંબઈમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની બ્રાન્ચ ખાતે ચૂંટણી માટે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. 3.37 લાખ સભાસદો એટ્લે કે શેર હોલ્ડર છે. તેના પ્રતિનિધિ તરીકે 332 મતદારો મતદાન છે. રાજકોટ શહેરમાં 196 મતદારો મતદાન કરાયુ.