Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

17 સપ્ટેમ્બરના રોજ એટલે આજે શનિવાર, કન્યા સંક્રાંતિ અને પિતૃ પક્ષનો યોગ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન સૂર્ય, શનિદેવની પૂજા કરો અને બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરવાની પણ પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કન્યા સંક્રાંતિ શનિવારે હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. આ દિવસે સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનને જ સંક્રાંતિ કહેવામાં આવે છે. સંક્રાંતિ સૂર્ય પૂજાનું પર્વ છે અને શનિવારનો કારક ગ્રહ શનિ છે. સૂર્યદેવ પિતા છે અને શનિદેવ પુત્ર છે. પિતા-પુત્રની પૂજા એક જ દિવસે કરવામાં આવશે.

શનિદેવ જ્યોતિષમાં સૂર્યને દુશ્મન માને છે
શનિદેવના જન્મની કથા પ્રમાણે સૂર્યદેવના લગ્ન સંજ્ઞા નામની દેવ કન્યા સાથે થયાં હતાં. યમુના અને યમરાજ સૂર્ય અને સંજ્ઞાના સંતાન છે. સંજ્ઞા સૂર્યદેવનું તેજ સહન કરી શકતી નહોતી. આ કારણે સંજ્ઞાએ પોતાની છાયાને સૂર્યદેવની સેવામાં રાખી દીધી અને તે ત્યાંથી જતી રહી. પછી સૂર્ય અને છાયાની સંતાન તરીકે શનિદેવનો જન્મ થયો.

જ્યારે સૂર્યદેવને છાયા અંગે જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયાં. સૂર્યને પોતાની માતા ઉપર ગુસ્સો કરતા જોઈને શનિદેવને ખૂબ જ ખરાબ લાગ્યું. ત્યાર બાદ જ શનિ પોતાના પિતાને દુશ્મનની જેમ માનવા લાગ્યાં. આ જ્યોતિષની માન્યતા છે.