રાજ્યની જુદી-જુદી જિલ્લા પંચાયત કચેરીઓમાં પંચાયત સેવાના વર્ગ-3 સંવર્ગના મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) કર્મચારીઓના ડિગ્રી પ્રમાણપત્રો તપાસવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે અને આ માટે આંતરિક તપાસ સમિતિ પણ રચાઈ છે. જિલ્લા પંચાયતોમાં હાલ નોકરી કરતા હેલ્થવર્કર દ્વારા રજૂ કરેલા રાજ્ય તેમજ રાજ્ય બહારની પ્રાઇવેટ યુનિવર્સિટીના પ્રમાણપત્રો બાબતે હાઈકોર્ટમાં દાખલ થયેલા જુદા-જુદા કોર્ટ કેસના અનુસંધાને આદેશ કર્યા છે.
આ માટે યુનિવર્સિટીદીઠ એક આંતરિક તપાસ સમિતિની રચના કરવા જણાવાયું હતું અને આ તપાસ સમિતિએ યુનિવર્સિટીમાંથી મેળવેલ તમામ કર્મચારીઓના પ્રમાણપત્રોની ખરાઈ માટે જે-તે યુનિવર્સિટીએ રૂબરૂ ચકાસણી કરવા જણાવ્યું છે. ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા 3 માર્ચ-2023ના રોજ પરિપત્ર કરીને હાઈકોર્ટના આદેશ પ્રમાણે ભરતી થઇ ગયેલા મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરના કર્મચારીઓના શૈક્ષણિક પ્રમાણપત્રો ચકાસવા જણાવ્યું છે.