જ્યારે શિયાળા વિશે વિચારીએ છીએ તો મગજમાં સૌથી પહેલા ઠંડી અને તેનાથી બચવા માટે ગરમ કપડાં, મોજાંની યાદ આવે છે. પરંતુ મનોવિજ્ઞાન અને અન્ય શોધ મારફતે જાણી શકાય છે કે શિયાળો લોકોના વિચાર, અનુભવવાની અને વ્યવહાર કરવાની રીતો પર ઊંડા ફેરફાર પણ લાવે છે.
જોકે, આવું કેમ થાય છે તે જાણવું અઘરું છે. ઠંડીના કેટલાક પ્રભાવ સાંસ્કૃતિક ધારાધોરણો અને પ્રથાઓ સાથે જોડાયેલા છે, જ્યારે અન્ય સંભવત: બદલતી ઋતુઓ સંબંધી અને પર્યાવરણ પ્રત્યે આપણા શરીરની સહજ જૈવિક ક્રિયાઓને દર્શાવે છે. એરિજોના સ્ટેટ યુનિવર્સિટીના મનોવિજ્ઞાની માઇકલ વર્નુમ મુજબ ઠંડી સાથે થનારા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ફેરફાર સામાન્ય રીતે એકસાથે થાય છે, જેથી આ ઋતુગત ફેરફારનાં કારણોને અલગ કરવા પડકારરૂપ થઈ જાય છે.
મનોવિજ્ઞાની એલેક્ઝેન્ડ્રા વર્મલી અને માર્ક સ્કોલર સાથે વર્નુમ દ્વારા કરાયેલા સરવે અનુસાર ઠંડીની ઋતુમાં દિવસે કે રાત્રે કામ કરતા સમયે ઊંઘનો અનુભવ વધુ થાય છે. અમેરિકન સાઇકિયાટ્રિક એસોસિયેશનનો અંદાજ છે કે ઠંડીમાં આશરે 5% અમેરિકનો ડિપ્રેશન અનુભવે છે જેને સિઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર (એસએડી) રૂપે ઓળખવામાં આવે છે. SADથી પ્રભાવિત લોકો કામ કરવાની ઈચ્છામાં ઊણપ, સુસ્તી અને આળસમાં જ આનંદ લેવા લાગે છે. તેની વધુ અસર થતાં તે ડિપ્રેશન અને એન્ગ્ઝાઈટીનો શિકાર બને છે. એક અંદાજ મુજબ 40% થી વધુ અમેરિકનો શિયાળાના મહિનાઓમાં કેટલીક હદ્દ સુધી તેનાથી પીડાતા હોય છે.