અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં રવિવારે એક વિમાન ક્રેશ થયું હતું. ભારતના નાગરિક ઉડ્ડયન વિભાગે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન એર એમ્બ્યુલન્સ હતી. તે થાઈલેન્ડથી મોસ્કો જઈ રહી હતી. રસ્તામાં, તેણે ભારતના ગયા એરપોર્ટ પર ફ્યૂઅલ પુરાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ટેકનિકલ ખામીના કારણે પ્લેન રસ્તો ભટકી ગયું અને અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતના જેબાગ જિલ્લામાં ક્રેશ થયું હતું. જે જગ્યાએ અકસ્માત થયો તે પહાડી વિસ્તાર છે. અગાઉ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે તે ભારતીય વિમાન હતું.
મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં જે નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે DF-10 મોડલનું નાનું વિમાન છે. તે 2 એન્જિન સાથેનું એક નાનું પ્લેન છે, જેની ક્ષમતા 6 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈ જવાની હોય છે. તે ચાર્ટર્ડ ફ્લાઇટ અથવા એર એમ્બ્યુલન્સ તરીકે ઓપરેટ કરી શકાય થાય છે. જો કે તેની રેન્જ બહુ વધુ હોતી નથી, આનો અર્થ એ છે કે એકવાર ફ્યુઅલ પુરાવ્યા પછી તે ખૂબ લાંબા અંતરની મુસાફરી કરી શકતું નથી. આ જ કારણસર થાઈલેન્ડથી મોસ્કો જતી વખતે તેણે બિહારમાં ગયા એરપોર્ટ પર ફ્યુઅલ પુરાવ્યું હતું.
મોસ્કો જઈ રહેલું વિમાન રવિવારે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયું હતું. તે અફઘાનિસ્તાન થઈને રશિયા જઈ રહ્યું હતું. પાકિસ્તાની મીડિયા હાઉસ સમાના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં થઈ હતી.
અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાના સમાચાર મામલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મીડિયા હાઉસે માહિતી આપી હતી કે તે ભારતીય વિમાન હતું. જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે આ પ્લેન ભારતનું નથી. આ મોરોક્કોમાં નોંધાયેલું નાનું એરક્રાફ્ટ છે.
આ પહેલા પાકિસ્તાની મીડિયા હાઉસ સમાએ બદખ્શાન પ્રાંતના પોલીસ કમાન્ડને ટાંકીને માહિતી આપી હતી કે વિમાન ગઈકાલે રાત્રે રડારથી ગાયબ થઈ ગયું હતું. આ પછી તે જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું.