વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસીય અમેરિકા અને બે દિવસના ઈજિપ્તના પ્રવાસ બાદ સ્વદેશ રવાના થઈ ગયા છે. ઇજિપ્તની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11મી સદીની અલ-હાકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી.ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસીએ મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ રાજકીય સન્માન 'ઓર્ડર ઓફ ધ નાઇલ'થી સન્માનિત કર્યા હતા. ભારતના બોહરા સમુદાયની મદદથી તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ હેલિયોપોલિસ સ્મારક પહોંચ્યા. PMએ અહીં પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ રાજકીય સન્માન 'ઓર્ડર ઓફ ધ નાઇલ'થી સન્માનિત કર્યા
આ સ્મારક કોમનવેલ્થ દ્વારા બનાવવામાં આવ્યું છે. તે 3,799 ભારતીય સૈનિકોને સમર્પિત છે જેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્તમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
પીએમ મોદી આજે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસીને પણ મળ્યા. આ વર્ષે ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સીસી મુખ્ય અતિથિ હતા. 6 મહિનામાં બંને દેશોના વડાઓની આ બીજી બેઠક હશે.