સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ માત્ર 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 5 બેટર્સ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા અને ટીમે 13.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવી દીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી લેફ્ટ આર્મ પેસર માર્કો યાન્સેને 7 વિકેટ ઝડપી હતી.
ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકાએ બુધવારે રમવાનું શરૂ કર્યું, ટીમ 191 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે તેમને પહેલી ઇનિંગમાં 149 રનની લીડ મળી હતી.
પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાએ 80 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વરસાદ શરૂ થયો, જેના કારણે રમત બંધ થઈ ગઈ. બીજા દિવસે ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાએ 70 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સની મદદથી સાઉથ આફ્રિકાએ 191 રન બનાવ્યા હતા.