રાજકોટના શીલુ બંધુએ ચોટીલાના વેપારી સાથે રૂપિયા 80 લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
ચોટીલાના જિતેન્દ્રભાઈ લાલદાસ કરથિયા અને તેના ભાઈ શશિકાંતભાઈની ઘરની સામે મહેશભાઈ શીલુ રહેતા હોય એકબીજાને ઓળખાણ થતા બંને ઘર વચ્ચે સારા સંબંધો બંધાયા હતા. તેમાં મહેશભાઈ શીલુના રાજકોટ ખાતે રહેતા સુરેશભાઈ શીલુ અવારનવાર મહેશભાઈના ઘરે આવતા તેમાં શીલુ બંધુઓએ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે મિરેકલ સિરામિકમાં ભાગીદાર છીએ અને તમારે ભાગીદારી કરવી હોય તો બંને ભાઈઓને બે ટકા ભાગીદારી મળશે તેથી 80 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું કહેતા તેમના વિશ્વાસે 13 જાન્યુઆરી 2015ના રોજ 80 લાખનું રોકાણ કરેલ 100ના સ્ટેમ્પ પર લખાણ કર્યું હતું.
ત્યારબાદ મિરેકલ સિરામિકમાં દર વર્ષે નફો નુકસાનીના ભાગ પેટે બે બે ટકા મળશે, પરંતુ 2016- 17મા સુરેશભાઈએ પૈસાની વધુ જરૂર હોવાનું જણાવી તમને પછી ભાગીદારીના પૈસા આપી દઈશ ત્યારબાદ 2019 સુધી ભાગીદારીના હિસાબ પેટ રકમ ન ચૂકવતા 26 માર્ચ 2019ના રોજ હિસાબ માગવા જિતેન્દ્રભાઈનો દીકરો ભાવિન તેના કાકાઓ સાથે સુરેશભાઈ અને મહેશભાઈની ઓફિસે જતા રૂપિયાની લેતીદેતી બાબતે બોલાચાલી કરી ઝઘડો થયો હતો. તેની ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે મહેશ શીલુએ ફરિયાદ કરી હતી. ત્યારબાદ જિતેન્દ્રભાઈ અને તેના ભાઈના ભાગીદારી પેટેના પૈસા પરત ન ચૂકવતા સુરેશભાઈ અને મહેશભાઈ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે જિતેન્દ્રભાઈ કરથિયાએ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.