દેશમાં વર્ષ 2027-28 સુધીમાં વપરાશ વૃદ્વિ તેમજ નવા મોલ ખુલવાથી દેશના આઠ પ્રમુખ શહેરોના શોપિંગ મોલમાં રિટેલ વેચાણ 29 ટકાની વાર્ષિક વૃદ્વિ સાથે 39 અબજ ડોલરને આંબશે તેવું પ્રોપર્ટી કન્સલટંટ નાઇટ ફ્રેન્કે જણાવ્યું હતું. થિંક રિટેલ 2020 રિપોર્ટ પ્રમાણે દેશના આઠ શહેરોમાં રિટેલ વેચાણનું વોલ્યુ નાણાકીય વર્ષ 2022માં 17%ના CAGR સાથે 52 અબજ ડોલર જ્યારે તે વર્ષ 2028 સુધીમાં વધીને 136 અબજ ડોલરને આંબશે.
તે જ સમયગાળા દરમિયાન ભારતના મોલ્સમાં રિટેલ વેચાણ FY2022-28 દરમિયાન 29 ટકાના CAGR સાથે FY2028 સુધીમાં 39 અબજ ડોલરે પહોંચશે. દેશના પ્રમુખ આઠ શહેરો - મુંબઇ, NCR, બેંગ્લુરુ, હૈદરાબાદ, ચેન્નાઇ, પુણે, કોલકાતા અને અમદાવાદમાં રિટેલ વેચાણ FY2022 સુધીમાં 3 ટકાના દરે વધીને 8 અબજ ડોલરે પહોંચશે.
નાણાકીય વર્ષ 2023માં સંભવત વપરાશ કોવિડ પૂર્વેના સ્તરને પાર કરીને 11 અબજ ડોલરની આસપાસ રહેવાની ધારણા છે. નાઇટ ફ્રેન્ડ ઇન્ડિયાના ડાયરેક્ટર વિવેક રાઠીએ જણાવ્યું હતુ્ં કે, આગામી છ વર્ષમાં રિટેલ સ્પેસમાં સપ્લાય 50-55 મિલિયન સ્ક્વેર ફૂટની આસપાસ રહેશે અને તેને કારમે શોપિંગ સેન્ટર્સમાં વૃદ્વિને વેગ મળશે.