ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIના નવા ચેરમેન બન્યા છે. SBIએ બુધવારે (28 ઓગસ્ટ) તેના રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી હતી.
દિનેશ ખારાના સ્થાને શ્રીનિવાસુલુ સેટ્ટીને બેંકના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. દિનેશ ખારા 63 વર્ષના થયા બાદ મંગળવારે નિવૃત્ત થયા હતા. SBIના ચેરમેન પદ માટે 63 વર્ષની ઉપલી વય મર્યાદા છે.
ચેરમેન બનતા પહેલા સેટ્ટી બેંકના સૌથી વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટર હતા. સેટ્ટીને SBIમાં 36 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ ઈન્ટરનેશનલ બેન્કિંગ, ગ્લોબલ માર્કેટ્સ અને ટેક્નોલોજી વિભાગો સંભાળતા હતા.