બ્રિટનના રાજકુમાર એન્ડ્રર્યુ પર ચીનના જાસૂસ સાથે નાતો ધરાવતા હોવાનો આરોપ લાગ્યો છે. પ્રિન્સ ચીની ઉદ્યોગપતિ યાંગ ટેન્ગબો સાથે ઘનિષ્ઠ સંબંધોને લીધે તપાસના ઘેરામાં આવ્યા છે. બેઈજિંગમાં યાંગને જાસૂસ તરીકે ઓળખવામાં આવે છે, આ પહેલાં તે ‘એચ6’ના નામે ઓળખાતો હતો. પોતાને બિઝનેસમેન ગણાવતાં યાંગ સામે કોર્ટમાં એક કેસ પણ ચાલે છે.
બીજી તરફ, આરોપોનો સામનો કરી રહેલા પ્રિન્સ એન્ડ્રર્યુએ નિર્ણય લીધો છે કે તે આ વર્ષે બ્રિટિશ શાહી પરિવારના પરંપરાગત ક્રિસમસ ઉજવણીથી દૂર રહેશે. આરોપોને લઈ ચર્ચા જગાવી છે.
યાંગ ટેન્ગબો કોણ છે? 50 વર્ષીય યાંગ ટેન્ગબો જેને ક્રિસ યાંગ તરીકે પણ ઓળખાય છે. હેમ્પટન ગ્રૂપ ઈન્ટરનેશનલના ડાયરેક્ટર છે. જે ચીનમાં બ્રિટન સ્થિત કંપનીઓને તેમની કામગીરી અંગે સલાહ આપતી કન્સલ્ટન્સી છે. તે પૂર્વ પીએમ ડેવિડ કેમેરોન અને થેરેસા મે સહિત યુકેના અગ્રણી રાજકારણીઓ સાથે પણ જોવા મળ્યો હતો.