જસદણ તાલુકાના સાણથલી ગામનો કોઈ અજાણ્યો વિકૃત શખ્સ ધોળા દિવસે ગાય સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેના વિરૂધ્ધ ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓ દ્વારા ભારે ફિટકાર વરસી રહ્યો છે.જો કે હજી સુધી ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા શખ્સને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો નથી.
જસદણ પંથકમાં ભારે રોષ ફેલાવનારી આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના સાણથલી ગામે બેંક ઓફ બરોડાની પાછળ આવેલ પ્લોટ વિસ્તારમાં એક અજાણ્યો વિકૃત શખ્સ ધોળા દિવસે ગાયને ઉભી રખાવી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી રહ્યો હતો. જે સમગ્ર ઘટના પ્રત્યક્ષ દર્શી દ્વારા પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કરી લીધી હતી.
આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતા ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. જો કે ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારો નરાધમ શખ્સ માથાભારે હોવાથી તેની સામે ગ્રામજનો દ્વારા હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે શું સ્થાનિક પોલીસ તંત્ર ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આ અજાણ્યા શખ્સને પકડી પાડી કાયદાનું ભાન કરાવશે ખરા? કે પછી ફરિયાદની રાહ જોશે એ તો આવનારો સમય જ બતાવશે.