બ્રિટનમાં મોંધવારી ને કારણે ભારતીય વિદ્યાર્થીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. કોસ્ટ ઓફ લિવિંગમાં 25 ટકા સુધીના વધારાને કારણે પ્રત્યેક વિદ્યાર્થીનો વર્ષે ખર્ચો પાંચ લાખ સુધી વધી ગયો છે. બ્રિટનમાં ભણતા લગભગ 2 લાખ વિદ્યાર્થીઓને 15 લાખ ને બદલે 20 લાખ ખર્ચ થઇ રહ્યો છે. બ્રિટનમાં કોસ્ટ ઓફ લિવિંગમાં સૌથી વધારે ખર્ચ ભાડામાં થયેલો વધારો છે.
સ્ટુડન્ટ એકોમોડેશનમાં એક વર્ષ દરમિયાન લગભગ 20 ટકા સુધી વધારો થયો છે. બ્રિટનમાં રહેતા વિદ્યાર્થીઓને સૌથી મોટો ખર્ચ ભાડાનો છે. બીજી બાજુ બ્રિટનના નાણાં મંત્રાલયે પણ 2025 માટે મોંઘવારી દરમાં 8 ટકા વધારાની આશંકા વ્યક્ત કરી છે. આવામાં બ્રિટનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને હજુ વધુ મુશ્કેલીઓ નડી શકે એમ છે.
ઘણી યુનિવર્સિટીઓએ સહાયતા પ્રોગ્રામ પણ શરૂ કર્યા છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટ સ્કોટલેન્ડ અને યુનિવર્સિટી ઓફ રીડિંગે મફત બ્રેકફાસ્ટ અને લંચ કુપન શરૂ કરી છે. આ માટે એનરોલમેન્ટ કરાવનારા માં લગભગ 15 ટકા વિદ્યાર્થીઓ છે. બ્રિટનની 15 અન્ય યુનિવર્સિટીએ સુનક સરકારને ઈમર્જન્સી ફંડમાંથી ફૂડ પ્રોગ્રામ શરૂ કરવા માટે મદદ માંગી છે.