જંગલેશ્વરના અંકુર સોસાયટી-6માં હસીના નિઝામ પડિયા નામની મહિલાએ ઘરે જુગાર ક્લબ ચાલુ કર્યાની માહિતીના પગલે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલી હસીના ઉપરાંત રીટા અશ્વિન સોનેતા, કંચન વિનોદ વાઘેલા, હસન અબ્દુલ અજમેરી, અશરફ અહેમદ મહેતરને રૂ.17,030ની રોકડ સાથે, મેટોડામાં ઇંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા વનરાજસિંહ બાલુભા ડાભી, પ્રવીણસિંહ અભેસિંહ ડાભી, મહિપતસિંહ ભૂપતસિંહ ડાભી, હનુભા રતુભાઇ ડાભી રૂ.70,200ની રોકડ સાથે, જ્યારે મોરબી રોડ, જય જવાન જય કિસાન સોસાયટી-4માં જુગાર રમતા વજો હિંદુ બાંભવા, તુષાર કનૈયા ગણાત્રા, કાનાજી કરશન ચૌહાણને રોકડ સાથે ઝડપી લીધા છે.