પાટડીના ખેડૂત પરિવારની દીકરીનું સગપણ કડીના ધરમપુરના યુવક સાથે કર્યું હતું. ભાવિ પતિ સાથે કડીમાં કપડાની ખરીદી કરવા આવેલી યુવતીને વિરમગામનો મુસ્લિમ યુવક લલચાવી-ફોસલાવી ભગાડી જઈ રાજસ્થાન, મુંબઈ, ગોવા બાદ દિલ્હી પહોંચતા મહેસાણા પોલીસે બાતમી આધારે હોટેલમાંથી મુસ્લિમ યુવકને યુવતી સાથે ઝડપ્યો હતો. યુવકે હોટેલમાં દુષ્કર્મ કરવાની સાથે યુવતીની મરજી વિરુદ્ધ દાગીના પણ વેચ્યા, પરિવાર સાથે વાત પણ ન કરવા દીધી. અંતે યુવક 24 દિવસે યુવતી સાથે દિલ્હીથી ઝડપાતા કડી પોલીસ મથકે યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે.
અરસામાં યુવતીનું કડી તાલુકાના ધરમપુર ગામે સગપણ કર્યું
પાટડી ખાતે રહેતા ખેડૂત પરિવારની દીકરી પાટડી સ્થિત વિરમગામના મોટાભાઈ ઈલેક્ટ્રોનિક્સ નામના શો-રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતી હતી. તેની સાથે વિરમગામના અલીગઢ વિસ્તારમા રહેતો પટેલ હુસેન યુનુસભાઈ નામનો યુવક પણ નોકરી કરતો હતો. ત્યાં બન્ને સામાન્ય પરિચયમાં આવ્યા હતા. તે અરસામાં યુવતીનું કડી તાલુકાના ધરમપુર ગામે સગપણ કર્યું હતું. જેથી ગત 23 ઓગસ્ટના રોજ યુવતી તેના ભાવિ પતિના ઘરે ધરમપુર ગામે આવી હતી. 25 ઓગસ્ટે યુવતી તેના મંગેતર સાથે કડી શહેરમાં કપડાની ખરીદી માટે આવી હતી.