રાજકોટમાં મનપા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ-અલગ આવાસ યોજનાઓ જાહેર કરવામાં આવે છે અને તેના ફોર્મ વિતરણ માટે આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક તથા અન્ય મુખ્ય બેંકોની પસંદગી કરવામાં આવે છે. પરંતુ આ આવાસ યોજનાના ફોર્મ ખૂબ જ લિમિટેડ બ્રાન્ચોમાં વિતરણ કરવામાં આવતું હોવાથી બેંકોમાં લાંબી-લાંબી લાઇનો લાગે છે અને ઘણી વખત અરજદારોને બેથી ત્રણ ધક્કા ખાધા બાદ ફોર્મ મળતા હોય બેંકો દ્વારા શા માટે વધુ બ્રાન્ચમાં ફોર્મ વિતરણના કાઉન્ટર ખોલાતા નથી.