મેક્સિકોના માઇગ્રેશન સેન્ટરમાં રવિવારે લાગેલી આગમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા મંગળવારે 39 થઈ ગઈ છે. આ માઇગ્રેશન ફેસિલિટી મેક્સિકો-અમેરિકા બોર્ડરની એકદમ નજીક છે.
પોલીસ મુજબ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોની સ્થિતિ હજી પણ ગંભીર છે. જોકે, મૃત્યુ પામનારાઓની સંખ્યા વધવાની આશંકા છે. અમેરિકાના ડોક્ટરોની એક ટીમ પણ સારવારમાં મદદ માટે પહોંચી છે.
સેનાને મદદ માટે બોલાવાઈ
'ફોક્સ ન્યૂઝ'ના એક અહેવાલ મુજબ, આ આગ નેશનલ માઇગ્રેશન ઈન્સ્ટિટ્યૂટની બિલ્ડિંગમાં રવિવારે બપોરે લાગી હતી. આ સેન્ટર અમેરિકાના રાજ્ય ટેક્સાસથી થોડાક જ અંતરે પાસો શહેરમાં છે. આગ ક્યા કારણસર લાગી, તેની માહિતી અત્યાર સુધી મળી નથી શકી.
આગની જાણકારી મળ્યાના તરત બાદ ફાયર બ્રિગેડ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી હતી. મેક્સિકોમાં આ ઘટના નબળી વ્યવસ્થાઓને કારણે બની છે. આ મહિનાની શરૂઆતમાં હજારોની સંખ્યામાં માઇગ્રન્ટ્સ અમેરિકા-મેક્સિકો બોર્ડર પર બેરિકોડ તોડી અમેરિકામાં દાખલ થયા હતા. ત્યારે ગોળીબાર કરવાનો વારો આવ્યો હતો. તેના પછી ત્યાં સુરક્ષા ખૂબજ કડક કરી દેવામાં આવી છે.