ફ્રાન્સમાં 17 વર્ષીય મુસ્લિમ નેહલની ટ્રાફિક પોલીસ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવતાં હિંસા ફાટી નીકળી હતી. અસંખ્ય વાહનો અને સરકારી ઇમારતને આગ લગાડાઈ હતી. આ હિંસામાં કરોડોનું નુકસાન થયું છે. બીજી તરફ ફંડ એકઠું કરવાની કામગીરી પણ શરૂ થઇ છે. એક નેહલની માતાના સમર્થનમાં અને બીજું નેહલને ગોળી મારનાર પોલીસ અધિકારીના પરિવાર માટે.
પોલીસ અધિકારીના સમર્થનમાં 85,000 થી વધુ લોકોએ દાન આપ્યું છે, લગભગ 14 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તો બીજી તરફ નેહલના પરિવારના સમર્થનમાં 21,000થી વધુ લોકોએ દાન આપ્યું, જેમાં લગભગ 4 કરોડ એકત્ર થયા છે. પોલીસ અધિકારીના સમર્થનમાં ભંડોળ ઊભું કરવાની શરૂઆત જીન મસીહા દ્વારા કરવામાં આવી હતી, જે પ્રમુખપદના ઉમેદવાર એરિક ઝેમરના ભૂતપૂર્વ પ્રવક્તા હતા, જેનો પ્રારંભિક લક્ષ્ય આશરે રૂ. 45,000 હતો. તેમણે કહ્યું કે પોલીસ અધિકારી તેમની ફરજ બજાવી રહ્યા છે જેની તેમને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.
ત્યારે સત્તામાં રહેલા એરિક બોથોરેલે આ ભંડોળ એકત્ર કરનારને અભદ્ર અને નિંદનીય ગણાવ્યું છે. જોકે બંને રકમ ખૂબ મોટી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ગોળીથી માર્યા ગયેલા સગીર કરતાં ગોળી મારનારને વધુ સમર્થન મળ્યું છે. ભલે ફ્રાન્સ ભેદભાવ ન કરવાનો દાવો કરે છે.