Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈરાનમાં ચાલી રહેલા પ્રદર્શનને રોકવા માટે ત્યાંની સરકાર હવે સગીરોને પણ મોતની સજા સંભળાવી શકે છે. 'ધ વોશિંગ્ટન પોસ્ટ' અનુસાર ઈરાને સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ત્રણ સગીરો પર આરોપી ઠેરવ્યા છે.


આ ત્રણ સગીરોને અન્ય કેટલાક લોકો સાથે મળીને તેહરાનમાં એક પોલીસ અધિકારીની હત્યા કરવા મામલે સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે તેમના પર ઈરાનના બાસીજ અર્ધલશ્કરી દળના સભ્યને છરી, પથ્થરો અને બોક્સિંગ ગ્લોવ્સથી માર્યા હોવાના આરોપ છે. તે પછી ઈરાનની રિવોલ્યુશનરી કોર્ટે તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે, જેમાં મૃત્યુ દંડની સજા આપવામાં આવે છે.

જે કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મામલાઓને જુએ છે. ત્રણ સગીરોની તેહરાનવા કરાજમાં બુધવાર અને ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જજે કહ્યું હતું કે ત્રણ સગીર છોકરાઓ સામેના આરોપો અન્ય પુખ્ત વયના લોકો સાથે પણ ચલાવી શકાય છે. ઈરાની કાયદા અનુસાર રિવોલ્યુશનરી કોર્ટને સગીરોનો ટ્રાયલ કરવાની મંજૂરી નથી. ન્યૂઝ એજન્સી મિજાવ અનુસાર, આવું એટલા માટે થયુ કારણે કે સુનાવણી કરતા જજ ફોજદારી અને જુવેનાઈલ કેસો સંભાળવા માટે સક્ષમ હતા.

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે ત્રણ સગીરોની ટ્રાયલને ખોટી ગણાવી છે. ઈરાનની સરકાર પર પ્રદર્શનોને ડામવા માટે ખરેખર ખોટી પદ્ધતિઓ અપનાવવાના આરોપ લાગી રહ્યા છે. ધ ગાર્ડિયનના એક અહેવાલ મુજબ વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ 60 બાળકોએ જીવ ગુમાવ્યા છે. જેમની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. જેમાં 12 છોકરીઓ અને 46 છોકરાઓનો સમાવેશ થાય છે. ઈરાનમાં થયેલા દેખાવોનો કુર્દીસ્તાન ક્ષેત્રમાં ઘણો પ્રભાવ છે. એક માનવ અધિકાર ગ્રુપ અનુસાર, અત્યાર સુધીમાં 200 સગીરોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ સરકાર દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 300 સગીર ઘાયલ થયા છે.