આ વર્ષે મકર સંક્રાંતિને લઈને પંચાંગ ભેદ છે. કેટલાક પંચાંગોમાં 14 જન્યુઆરી અને કેટલાક પંચાંગોમાં 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ બતાવવામાં આવી છે. આ દિવસે ખાસ કરીને સૂર્ય પૂજા કરવામાં આવે છે. દિવસની શરૂઆત સૂર્યને અર્ઘ્ય આપીને કરો અને સૂર્યને સંબંધિત વસ્તુઓનું દાન કરો. આ દિવસે ભોજનમાં તલ-ગોળ જરૂર સામેલ કરવા જોઈએ. તલ-ગોળની તાસીર ગરમ હોય છે અને તેના સેવનથી શરીરને ઠંડી સામે લડવાની શક્તિ મળે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા કહે છે કે મકર સંક્રાંતિ પર સૂર્ય ધનથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય ઉત્તરાયણ પણ થઈ જાય છે. આ દિવસ ધર્મની સાથે જ ખગોળ વિજ્ઞાન માટે પણ મહત્વપૂર્ણ હોય છે. જાણો મકર સંક્રાંતિ પર કયા-કયા શુભ કામ કરી શકાય છે.
મકર સંક્રાંતિના દિવસે સવારે સૂર્યોદય પહેલાં પથારી છોડી દેવી જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ ભરી તેમાં ચોખા, લાલ ફૂલ પણ જરૂર નાખો. સૂર્યને જળ ચઢાવતી વખતે સૂર્યના મંત્રોનો જાપ જરૂર કરો. મકર સંક્રાંતિ પર કામળો, કાળા તલ, ચોખા અને તાંબાના કળશનું દાન જરૂરિયાતમંદ લોકોને કરવું જોઈએ.
આ દિવસે ગ્રંથોનો પાઠ પણ જરૂર કરો. તમે ઈચ્છો તો શ્રીરામચરિત માનસ, રામાયણ, શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરી શકો છો. શિવપુરાણ, વિષ્ણુપુરાણ, ગણેશપુરાણ વગેરે ગ્રંથોનો પાઠ પણ કરી શકાય છે.
સંક્રાંતિ પર તીર્થ દર્શન અને પવિત્ર નદીઓમા ંસ્નાન કરવાની પરંપરા છે. આ દિવસો ગંગા, યમુના, શિપ્રા, નર્મદા, બ્રહ્મપુત્રા, ગોદાવરી જેવી પવિત્ર નદીઓણાં સ્નાન કરવા માટે અનેક ભક્તો પહોંચે છે. જો તમે નદીમાં સ્નાન ન કરી શકતાં હોવ તો ઘર પર જ પાણીમાં થોડા ટીપા ગંગાજળ મેળવીને સ્નાન કરી શકો છો. પોતાના શહેરમાં કે કોઈ પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરમાં દર્શન જરૂર કરો.