Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદમાં 19 જુલાઈની મધરાતે જેગુઆર કારથી 9ને કચડી મારનાર તથ્યને જેલમાં ઘરનું બે ટાઈમ જમવાનું મળશે. જોકે, જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને બે સમય ઘરનું જમવાનું મળશે. તથ્ય પટેલની માગણીઓ પર સરકારનો જવાબ રજૂ કરાયો હતો. અઠવાડિયામાં એક વખત સગાને મળવા અથવા ફોન કરવા દેવામાં આવશે. જ્યારે અમદાવાદ આરટીઓ દ્વારા તથ્ય પટેલનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. જ્યારે અગાઉ તથ્યના વકીલે માગ કરી એ પ્રમાણે સરખેજ કાફેથી અકસ્માત સ્થળ સુધીના CCTV અને બાઈકર્સનું વીડિયો રેકોર્ડિંગ માગ્યા હતા. એ કામ માટે ઇન્વેસ્ટિગેશન ઓફિસર આવતીકાલે એફિડેવિટ કરશે. આવતીકાલે સવારે 11 વાગે વધુ કાર્યવાહી કરશે.


ટ્રાફિક પોલીસે તથ્ય સામે 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના ભોગ લેનાર જેગુઆર કાર ચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં તથ્યને મિત્રો, ઘાયલો, મૃતકોના સગા સહિત 191 જેટલા સાહેદો છે.

સોમનાથ વત્સ આ કેસમાં તથ્ય પટેલના વકીલ તરીકે હાજર થયા છે. ગત સુનાવણીમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તરફથી કેટલીક માંગણીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેમાં તેમણે કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટસ માંગ્યા હતા. આ ઉપરાંત આ કેસમાં લેવાયેલા 164ના નિવેદનોની કોપી, બાઇક ચાલકે ઉતારેલો વીડિયો અને સીસીટીવીના ફૂટેજની માગ, ઘરનું ટિફિન જેલમાં મળે તેવી માગ ઉપરાંત સૌથી મહત્વની માગ તથ્ય 20 વર્ષનો હોવાથી તેને ડિસ્ટન્સ લર્નિંગ માટે પરમિશનની માગ કરી હતી. ઉપરાંત આરોપીઓને સાથે પરિવારના સભ્યો જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરમિશન હોય છે. જેને વધારવાની કરી માગ કરવામાં આવી હતી.