Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રોકાણકારો પારંપારિક રોકાણને હજુ એટલું જ પ્રાધાન્ય આપી રહ્યાં છે. મોંઘવારીમાં વધારો સામે વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી અનિશ્ચિતત્તાના કારણે સલામત રોકાણને પહેલી પસંદગી આપવામાં આવી રહી છે જેના કારણે તાજેતરના મહિનાઓમાં, લોકોએ બેંકોમાં વધુ પૈસા જમા કરાવ્યા છે. જ્યારે લોન ઓછી લીધી. 11 ઓગસ્ટના રોજ પૂરા થયેલા પખવાડિયામાં બેન્કોમાં ડિપોઝિટની વૃદ્ધિ 13.5 ટકાની છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે.

આ વર્ષે એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ડિપોઝીટ્સ લગભગ બમણી થઈ ગઈ છે. પરંતુ લોન લેવાની કામગીરી જળવાઇ રહી હતી. બેંક ઓફ બરોડાના રિપોર્ટ અનુસાર આ વર્ષે એપ્રિલથી 11 ઓગસ્ટની વચ્ચે બેંક ડિપોઝીટમાં 10.44 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ કિસ્સામાં એક વર્ષની વૃદ્ધિ 2.9% થી વધીને 5.8% થઈ. પરંતુ આ જ સમયગાળા દરમિયાન લોનની ખરીદીમાં માત્ર રૂ. 5.97 લાખ કરોડનો વધારો થયો હતો અને આ કિસ્સામાં એક વર્ષનો વૃદ્ધિદર 4.5% થી નજીવો ઘટીને 4.4% થયો હતો. નિષ્ણાતોના મતે 2000 રૂપિયાની નોટબંધી, વ્યાજ દરમાં વધારો અને ફુગાવાએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

કેર એજ રેટિંગ્સે જણાવ્યું હતું કે 2017 પછી પ્રથમ વખત થાપણ વૃદ્ધિ 12.5 ટકાને વટાવી ગઈ છે. એચડીએફસી અને એચડીએફસી બેંક વચ્ચેના મર્જરને કારણે પખવાડિયા દરમિયાન ક્રેડિટ ગ્રોથમાં 19.7 ટકાનો વધારો થયો છે, 40 અબજ ડોલરના એકીકરણ માટે ન હોત તો તે 14.8 ટકા હોત.