વૈશ્વિક સ્તરે અસાધારણ પડકારો વચ્ચે પણ મજબૂત મેક્રોઇકોનોમિક સંચાલને ભારતને એક ઝડપી રિકવરીના માર્ગ તરફ આગેકૂચ કરવામાં મદદ કરી છે તેવું નાણા મંત્રાલયે જણાવ્યું હતું. વાર્ષિક અને માસિક આર્થિક સમીક્ષા 2023 અનુસાર સપ્લાય સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને કારણે ભારત લાંબા ગાળા માટે ટકાઉ આર્થિક વિકાસ તરફ આગળ વધશે જે પહેલા અનેક દાયકાઓ દરમિયાન પણ શક્ય બન્યું નથી.
રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જોવા મળી રહેલા અસાધારણ વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતમાં મેક્રોઇકોનોમિક મેનેજમેન્ટ મજબૂત જોવા મળ્યું છે. તેનાથી દેશની મેક્રોઇકોનોમિક સ્થિરતા વધારવામાં મદદ મળી છે તેમજ ભારત અન્ય દેશો કરતાં ઝડપી ગતિએ રિકવરીના માર્ગ તરફ આગળ વધી રહ્યું છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછી રાજકોષીય ખાધ સાથે પૂર્ણ થયું છે. સરકાર ફુગાવાના તણાવને દૂર કરવા માટે ડ્યૂટી ઘટાડી શકે છે અને કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ વધારી શકે છે. તદુપરાંત સરકાર મૂડીખર્ચમાં વધારો કરવાની પણ યોજના ધરાવે છે.