Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તૂર્કિયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપને કારણે ત્યાં સફરજનની નિકાસ પર પણ ભારે અસર પડી છે. તૂર્કિયેમાંથી સફરજનની નિકાસ હાલપૂરતી બંધ થઈ છે. આ કારણે ભારતના સ્થાનિક બજારમાં તેમજ નેપાળ અને બાંગ્લાદેશમાં કાશ્મીરી સફરજનની માંગ વધી છે. કાશ્મીરના સફરજનની ખેતી કરતાં લોકોનું કહેવું છે છેલ્લા બે મહિનથી માંગ અને ભાવ બંનેમાં વધારો થયો છે. જાન્યુઆરી સુધી દરરોજ કાશ્મીરી સફરજનથી ભરેલી લગભગ 6-7 ટ્રક નેપાળ જતી હતી. ફેબ્રુઆરીથી આ સંખ્યા વધીને રોજની 10 ટ્રક થઈ છે. એટલે કે સપ્લાઇમાં 80% સુધીનો વધારો નોંધાયો છે.


બીજી તરફ જાન્યુઆરીમાં સફરજનના 20 ટ્રકો દરરોજ બાંગ્લાદેશ જતા હતા. ફેબ્રુઆરીમાં ટ્રકોની સંખ્યા વધીને 30 થઇ. દરેક ટ્રકમાં 15 કિલો સફરજનના 800થી 1000 બોક્સ હોય છે. કાશ્મીર ફળ ઉત્પાદક અને ડીલર્સ એસોસિયેશનના અધ્યક્ષ વશીર અહમદે જણાવ્યું હતું કે, તૂર્કિયેમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતનાં વિવિધ શહેરો સહિત પડોશી દેશોમાં કાશ્મીરી સફરજનની માંગ વધી છે. કાશ્મીરી સફરજનોને પશ્ચિમ બંગાળ સરહદેથી નેપાળ તેમજ બાંગ્લાદેશ મોકલાવાય છે.

દેશમાં સફરજનનું 26 લાખ મેટ્રિક ટન ઉત્પાદન, કાશ્મીરમાં 78 ટકાઃ ભારતમાં સફરજનનું કુલ ઉત્પાદન વાર્ષિક 26 લાખ મેટ્રિક ટન છે તેમાંથી લગભગ 78% ઉત્પાદન કાશ્મીરમાં થાય છે. કાશ્મીર ખીણમાં 3.38 લાખ હેક્ટરથી વધુ જમીન પર ખેતી થાય છે. તેમાંથી 1.62 લાખ હેક્ટર વિસ્તારમાં સફરજનની ખેતી થાય છે. કાશ્મીરને દર વર્ષે સફરજનમાંથી 10,000 કરોડ રૂપિયાથી વધુની આવક થાય છે.